Wednesday, 8 April 2020

રાણપુર તાલુકા શિક્ષક સમાજનું ઉમદા કાર્ય

🙏🏼બોટાદ જિલ્લાના શિક્ષણ પરિવારના વડા શ્રી એસ.જે ડુમરાળિયા સાહેબના માર્ગદર્શન અને તેમની હાજરીમા ટીમ રાણ પુર દ્વારા અનાજ તથા કરિયાણાની કીટ તૈયાર કરવામાં આવી.

     આ માટે રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ટીમ રાણપુર દ્વારા રાણપુર તાલુકાના જરૂરિયાત મંદ લોકોને કીટ આપવા માટે ગુરુજનોને વાત કરવામાં કરવામાં આવી.. સૌ ગુરુજનોએ આપતીના આ સમયે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા વાતનો સહર્ષ સ્વીકાર કર્યો.

           આયોજન ને સફળ બનાવવા માટે બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મહોબતસિંહ ચાવડા સાહેબ,રાણપુર તાલુકાના ટીપીઈઓશ્રી પ્રવિણસિંહ મોરી સાહેબ,રાણપુર  તાલુકાના બી.આર.સી કૉ ઓર્ડીનેટર રમેશભાઈ રાઠોડ, સમગ્ર ssa સ્ટાફ,ગ્રુપશાળાના આચાર્યશ્રીઓ તથા રાણપુર તાલુકાના તમામ ગુરૂજનો દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજની કીટ મળે તે માટે સ્વેચ્છિક દાન માટે આહવાન કરવામાં આવ્યું. જેમાં રાણપુર તાલુકાના ગુરુજનોએ ખોબલે ખોબલે સ્વેચ્છિક દાન આપ્યું. અગાઉ પણ ગુરૂજનો દ્વારા એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવામાં આવ્યો હતો.
   
       અઢી લાખ જેવી માતબર રકમનું દાન મેળવ્યા બાદ તે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી.સમિતિ રચી આ રકમથી અનાજ કીટની ખરીદી કરવામાં આવી.. આ કીટમાં અનાજ કરિયાણું  જીવનજરૂરી વસ્તુઓ વગેરે રાખી ઉત્તમ કીટ તૈયાર કરવામાં આવી ને ગામડાના છેવાડાના વ્યકતિ સુધી ખરેખર જેને જરૂરીયાત છે તેવા વ્યક્તિ સુધી આ કીટ પહોંચાડવામાં આવી...
       ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે, આજના સમયે જેને ખરેખર જીવન જરૂરી વસ્તુની જરૂરિયાત છે તેવા લોકો સુધી ઉત્તમોત્તમ સેવા કરી કીટ પહોંચાડવામાં આવી...
      તમામ ગુરુજનોનો આજના સમયે આવું નિઃસ્વાર્થ કાર્ય કરવા બદલ કોટી કોટી અભીનંદન...💐💐💐


રાણપુર તાલુકા શિક્ષક સમાજનું ઉમદા કાર્ય